પોસ્ટ્સ

મેળ વગરનો હું

ઘણા એ કીધું કે લખવાનું કેમ મુક્યું? મેં કહ્યું વાંચનારનું ધ્યાન રાખું છું એટલે. વાંચનારની ગરિમા નું ખંડન મને શોભે નહીં પણ વાંચનાર જયારે કોઈની ગરિમાનું ખંડન કરે ત્યારે અરીસો બતાવે કોણ? અરીસો જોવે તો વાંચે કોણ? છટકવાના રસ્તા કરી આપું છું એટલે લખતો નથી. બળી રહ્યાં છે તેની આગ ઓલવવાનું પાપ માથે લેવું નથી અનુકુળ શબ્દો થી સાનુકુળતા જીવનમાં આવતી હોત કબીરની દુકાનો અને રહીમની બજારો હોત પાપીની કબુલાત જ ગંગા તરફનું પેલું પગલું છે ગંગા નું ઠંડુ પાણી શરીર ને ઉકાળે અને મનને બાળે છે મનની વરાળો રસ્તો ગોતે છે વરાળ જતાં-જતાં કલાકાર છોડતી જાય છે. આવા મેળ વગરનાં જ હોય છે વરાળના રસ્તાઓ રસ્તાઓ જ બનાવે છે કવિતાઓ અને પાપી બને છે ખસ્તા હું કોણ કેવા વાળો તું પાપી તું પ્રેમી પેલા તું છો કોણ એ તો જોઇલે દંભી - મેળ વગરનો

જૂનાં થીએટરો, જીવન અને શીખ

છબી
"ક્ષમ્ય ગુનો અજ્ઞાનતા, અક્ષમ્ય ગુનો અભિમાન" #કમલમ જેટલી મનોકાંક્ષા "અપ્સરા" અને "આરાધના"ની એક વ્યક્તિના જીવનમાં હોય એટલી જ મેદની આ બે સિંગલ સ્ક્રીન થીએટરો માટે એક જમાનામાં હતી. કેટલો અભિમાન હશે અમદાવાદનાં તમામ થીએટરો ને કે, "મારા જેવું કોઈ નહીં?" વ્યક્તિ થાકી પાકીને, કે પોતાના પ્રિય જન સાથે, કે ફક્ત આનંદ લેવા ભક્ત જેમ મંદિરે જાય એ રીતે મારા દરવાજે આવતો હવે એ તમામ થીએટરો કાટ ખાતા થઇ ગયા છે. જયારે આ થીએટરોનો જમાનો હતો ત્યારે તો મારો જન્મ પણ ન્હોતો થયો પણ આપણા વડીલો પાસેથી જે કિસ્સાઓ અને પરબીડિયા ખુલ્યા હોય ત્યારે ન અનુભવેલ ભૂતકાળની ઝાંખી પણ આંખો સામે તરી આવે. અને તે સમયનાં થીએટરો ના વૈભવ અને સફળતાની ઝાંખી પણ. મારા મામા, મને કે'તા કે, મિલથી ૮ વાગે છૂટી ને ૯ થી ૧૨ નો શો જોઇને જ ઘરે જાતો. માણસ સુખી હોય કે દુઃખી, એ સમયે આ એકમાત્ર મંદિરો હતા જે માણસની માનસિક અવસ્થામાં પ્રભાવ ભરી દેતા. ત્યારના થીએટરોને તો સપનામાંય આવાં દ્રશ્યો નહીં જોયા હોય જે મેં અહી પોસ્ટમાં મુક્યો છે. દરેકનો સમય આવે છે. દરેકનો સમય આથમે પણ છે. પરંતુ જે વ્યક્તિ સદાકાળ વિનમ્ર રહી પ્ર

નિશાળેથી મળેલી અવર્ણનીય એવમ અમુલ્ય ભેટ

છબી
નિશાળેથી મળેલી અવર્ણનીય એવમ અમુલ્ય ભેટ પ્રભાતિયાં: પ્રાચીનથી અર્વાચીનથી અનાદી કાળ સુધી પ્રફુલ્લિત પ્રભાતિયાંમાં સંગીત અને સંસ્કાર એક સાથે ગૂંથાયેલા છે. બાળપણમાં સંગીત માનસપટમાં અંકીત થયેલું હોય એટલે સંગીત યુવાની તથા ત્યારબાદની અવસ્થા માટે ઔષધીય પુરક તત્વ બને છે. જયારે આ અવસ્થામાં, કર્ણપ્રિય સંગીતનાં મોહમાં, આ પ્રભાતિયાં સાંભળીયે એટલે તેની અંદર કોતરાયેલા અમુલ્ય શબ્દો બ્રહ્મસત્ય તથા વ્યવહારિક સત્યની ઝાંખી કરાવી જાય છે. અને એમ થાય કે, આ તો કુબેરનો ખજાનો હતો અને હજી સુધી ક્યાં હતો!!

The powerful thing about Time is it is changing?

The powerful thing about Time is it is changing. Well, ask me, it doesn't. The time/status/reputation of a man doesn't change if he is doing the same thing every second. When you gradually take calculated risks it shapes your routine and it keep changing your life. In the same way, it all depends on the word "calculated" risk. It totally depends on whether you want to take risks through your awareness, alertly, mindfully, or less, or completely off with those qualities!! Time never changes automatically! it's completely dependent. #Kamalam

દુઃખ રે...

કળા/આર્ટ ખરેખર રસજરતા જીવનનું સત્ય છે. ક્યારે કોઈ વાજિંત્ર બની જાય અને આપોઆપ તરંગ ઉઠવા લાગે! મહેફિલને ધ્યાનમાં રાખી ને કદાચ પ્રેમ નીકળે છે પણ ખુદ ને ધ્યાનમાં રાખી ને મનોભાવના વહી પડે છે. મહેફિલમાં નીકળેલું છે એ શું? પોતાને જોઇને નીકળેલું શું? મને નથી ખબર, પણ ક્યારેક કારણ વગર પણ લાગણીઓનું વહેણ ઉદ્ગ્મવા લાગે છે. ત્યારે તેને રોકી શકે એ કોઈ હોય તો હું જ. અને વહેવા દે ઈશ્વર... એક રચના લખી છે. બધા ને નથી આપતો મારી ટીકીટ, જેણે આપું છું તેઓ ભૂલી જાય છે કે, આ ગાડી છે જ એમની. દુઃખ રે જોયા રે મેં તો જાજા જોયા રે... નથી રે જોયું તો મારું સુખ તારી આંખમાં અઢળક સોનું છે તારી લાગણીનું રે... નથી રે સચવાયું તારાથી તણખલું મારા સ્નેહનું મિટ માંડી જોયા કરું, હું તો તારા આગમનનું રે... નથી રે જોયું તે તો ઘર્ષણ મારી જાતનું તારા માટેનું પોરાવ્યું છે મારું પરમબિંદુ તારી માળામાં રે... નથી રે હું તો રેશો દોરાનો તારી માળાનો તારી નજરે... મૂકી રે દીધા છે મેં તો હવે પ્રયત્નો સઘળાં રે... નથી રે જોવાણી મારી સમાધી તારા અનુભવમાં દુઃખ રે... #કમલમ

જો આવા મિત્ર ન હોય તો..

જિંદગી હોય તોય શું ને ન હોય તોય શું? મિત્રની મરજી હોય તોય શું ને ન હોય તોય શું જાટકી ને નાં પાડવાની પરવાનગી લેવી પડે તો મિત્ર શું... મારા મહોલ્લામાં મિત્રની બેઠક બદલી જાય તો મિત્ર શું... પોળનાં ખાંચામાં મલકાતી હરણી સુધી વાત ન પહોંચાડી તો મિત્ર શું કાલે આપી દઈશ કહીને આજે હિસાબ પૂરો કરે તો મિત્ર શું... વાતોનાં વડાં કરી ભવિષ્યની ચિંતા ન કરી તો મિત્ર શું... હું તો નક્કામો છું અને મારા વગર એ કામનો શું... પાતળી સંધ્યામાં ટેરેસ પર બેસી ગીતો ન ગાયાં તો મિત્ર શું... આ જીવનની ધારમાં આ બાજુ લટક્યો છું ને મને પકડી ન રાખે તો મિત્ર શું... જો આવા મિત્ર ન હોય તો..જિંદગી હોય તોય શું ને ન હોય તોય શું? #કમલમ

ત્રણ પેઢી

ઘણાં વર્ષો પહેલા હું અને મારો મિત્ર આધ્યાત્મિક ચર્ચામાં સરી પડ્યા હતા. અને મને એટલું યાદ છે કે, અમે લગ્ન બાબતે વાત કરી રહ્યા હતા અને લગ્નનું બ્રહ્માંડીય સ્તર પર માનવીય મુદ્દે કેટલું મહત્વ છે. અને મિત્ર એ કહ્યુ કે, બાળકને જન્મ આપવો એ અત્યંત કુદરતી વ્યવસ્થા છે. જયારે લાખો વર્ષ પહેલા સહેજ પણ જ્ઞાન ન હતું ત્યારે પણ એ ભાવ હતો અને હજી પણ દરેક મોટા પ્રાણીઓથી નાના જીવ જંતુ સુધી એ બાળક ને જન્મ આપવનો ભાવ જોઈ શકાય છે. મેં પછી એ આખા વિષય ને બ્રહ્માંડમાંથી કાઢી ને સાંસારિક મુદ્દે લાવ્યો અને પ્રશ્ન પૂછ્યો કે, હું, મારા પિતાજી અને મારો દીકરો, એમ આ ત્રણ પેઢી એટલે શું? મારા મિત્ર એ સારો જવાબ આપ્યો કે, પિતા એ ભૂતકાળ, બાળક એ ભવિષ્ય.... અને મેં તુરંત જ નાં કહ્યું અને સુધારી મારો અભિપ્રાય આપ્યો કે, બાળક જે છે એ મારું ભૂતકાળ છે. અને મારા પિતાજી છે એ મારું ભવિષ્ય છે. કઈ રીતે? બાળક મારું ભૂતકાળ એ રીતે કે, હું પોતે જયારે મારા બાળકની ઉમરમાં હતો ત્યારે હું જે જે વસ્તુઓથી કે વ્યવસ્થાથી વાંછિત હતો તેને મારા બાળકને આપી હું એ સુધારી શકું છું. અને તેનું ભવિષ્ય મજબુત કરી શકું છું. જયારે મારા પિતાજી મારું ભવિષ્ય એટલે ક